std 7 guj high school ma

હાઈસ્કૂલમાં

ગાંધીજી જન્મ : 2-10-1869 , અવસાન : 30-1-1948

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો . તેઓ ‘ રાષ્ટ્રપિતા ” અને ‘ મહાત્મા ગાંધી ‘ તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે . વકીલાતનો વ્યવસાય કરતા હતા , ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી . પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી . જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી . “ સત્યના પ્રયોગો અથવા આત્મકથા’માં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે . એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે . ‘ હિંદસ્વરાજ ’ , ‘ આરોગ્યની ચાવી ‘ , અનાસક્તિયોગ ’ , ‘ મંગલપ્રભાત ’ , ‘ વ્યાપક ધર્મભાવના ‘ વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે . ‘ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ’ પુસ્તકમાં ત્યાં ચાલેલી આઠ વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે . ઇન્ડિયન ઓપિનિયન ’ , ‘ યંગઇન્ડિયા ’ , ‘ નવજીવન ’ , ‘ હરિજનબંધુ ‘ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા . ગાંધીજીનાં તમામ લખાણો ‘ ગાંધીજીનો અક્ષરદેહ ‘ નામે ગ્રંથશ્રેણી રૂપે પ્રગટ થયાં છે . સાદગી , સ્વાભાવિકતા , સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે . તેમણે રાષ્ટ્રઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો .

આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા ‘ સત્યના પ્રયોગો’માંથી લેવામાં આવ્યું છે . ગાંધીજીના વિદ્યાર્થીજીવનનાં કેટલાંક સ્મરણો આ આત્મકથાખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયાં છે . -ગાંધીજીનો બાળવિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે . તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે .

હાઈસ્કૂલમાં

Leave a Comment