21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ

world mother tongue day

mother tongue day

 21 ફેબ્રુઆરીએ કેમ ઉજવણી ?

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી , 1952 માં વિરોધ કર્યો હતો . તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું . પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી . પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી , પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો , છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો . આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર , 1999 એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો . ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો . 

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી , 1952 માં વિરોધ કર્યો હતો . તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું . પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી . પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી , પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો , છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો . આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર , 1999 એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો . ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.

યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000 થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે , જેનો ઉપયોગ ( વાંચવા , લખવા અને બોલવા ) માટે થતો હોવાનું જણાવ્યું છે .

યુનેસ્કોએ નવેમ્બર , 1999 એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો , ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે . 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે.

હિન્દી વિશ્વની ત્રીજી સૌથી બોલાતી ભાષા

 વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22 મા સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે , જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે . વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે .

હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે . વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે . 17 કરોડ લોકોની સાથે 11 મા ક્રમો ઉર્દૂનું સ્થાન છે . 9.5 કરોડ લોકોની સાથે 15 મા સ્થાને મરાઠી છે . 9.3 કરોડની સાથે 16 મા ક્રમે તેલુગુ અને 8.1 કરોડ લોકોની સાથે 19 મા ક્રમે તમિળ ભાષા આવે છે.

માતૃભાષાનો અર્થ શું ?

બાળકને માતા તરફથી મળેલી ભાષા એટલે માતૃભાષા . પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા . સામાન્ય રીતે , જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો , કાલુ – કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય અને બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું હોય તે માતૃભાષા . જે ભાષામાં વિચારવાનું , લાગણીઓ અનુભવવાનું , તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા.

માતૃભાષા ગુજરાતી

ગુજરાતીઓનું ગૌરવ આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે . ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે . ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ‘ ગૂર્જરાત ’ અને ક્રમશ : એમાંથી થયું ગુજરાત . અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી . જે મુળ સંસ્કૃત , પ્રાકૃત , સૌરસેની પ્રાકૃત , પશ્ચિમી રાજસ્થાની , પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે વિકાસ પામી છે .

Leave a Comment