ગુજરાતી સાહિત્યને એક નવા શબ્દ , ટેકની ઓળખાણ કરાવનાર ભારતીય ઇતિહાસનું અમર અને ક્વિંદતી રૂપ પાત્ર મેવાડના મહારાણા પ્રતાપ
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંતબાઈના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.
મોગલ શહેનશાહ અકબરની વિસ્તારવાદી નીતિઓ ને અનેક પ્રલોભનો છતાં તાબે ન થનારા મહારાણા તેમના મહારાણ જીવનકાળ દરમ્યાન બે યુદ્ધો માટે ઇતિહાસમાં અને લોકજીભે અમર થઈ ગયેલા છે . એક- હલ્દીઘાટીની લડાઇ જે 18 જૂન 1576 નાં રોજ મહારાણાના પરંપરાગત શસ્ત્રોથી સજ્જ એવાં 3000 સૈનિકો અને અકબરનાં 10000 સૈનિકો વચ્ચે લડાઈ હતી . મહારાણા એ લડાઇ હારી જતાં તેમણે ટેક લીધી હતી કે જ્યાં સુધી હું મોગલોને હરાવીશ નહીં ત્યાં સુધી ભોંય પથારી સૂઈશ અને કોઈ સુખ નહીં માણું . બીજું -1582 માં મોગલો અને મહારાણા વચ્ચે લડાયેલી દેવારની લડાઈ , જેમાં મહારાણાનો વિજય થયો હતો . એ પછી અકબર 12 વર્ષ સુધી લાહોર ચાલી ગયો હતો . અકબરને તાબે ન થનાર ગુમાવેલા પ્રદેશો પાછા મેળવનાર અને હરાવનાર મહારાણી પ્રતાપ એકમાત્ર શાસક હતા . પોતાની નવી રાજધાની ચાવંડની સ્થાપના કરનાર , ચેતકના અસવાર મહારાણા પ્રતાપનું ઇજાઓના કારણે 19-1-1597નાં રોજ મૃત્યુ થયું હતું .
હલ્દીઘાટીનું યુદ્ધ
૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિંંહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપને શક્તિસિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અકબરે બધા પ્રયાસો કર્યા.
આ કપરા દિવસોમાં ભામાશાહે મહારાણાના ૨૫,૦૦૦ રાજપૂતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું હતું