આર.ટી.ઈ. ૨૦૨૧-૨૨ ધોરણ -૧ માં ખાનગી શાળામાં વિના મૂલ્ય પ્રવેશ

RTE Admission 2022 -2023

rte admission

rte admission

આર.ટી.ઈ. ૨૦૨૧-૨૨ ધોરણ -૧ માં ખાનગી શાળામાં વિના મૂલ્ય પ્રવેશ

શૈક્ષણિક વર્ષ જૂન -૨૦૨૧ થી આર.ટી.ઈ. એકટ ૨૦૦૯ જિલ્લાની બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ -૧ માં વિનામૂલ્ય પ્રવેશ યોજના માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ – તા . 30-03-2022 થી 11-04-2022 સુધીમાં ભરી શકાશે . –

 આ યોજનામાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન https://rte.orpgujarat.com – વેબસાઈટ પર થશે . –

 આ યોજનામાં જૂન -૨૦૨૧ થી ધોરણ -૧ માં નવીન પ્રવેશપાત્ર બાળક જ અરજી કરી શકશે 

આ યોજના નબળાં અને વંચિત જૂથના વાલીઓના બાળકો માટે જ હોય આ વર્ગના બાળકો જ અરજી કરી શકશે .

શૈક્ષણિક વર્ષ – ૨૦૨૦-૨૦૨૧ માં ધોરણ -૧ થી ૮ માં ભણતાં બાળકોને આ યોજના લાગુ પડશે નહીં . 

– આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ . ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂા . ૧,૫૦,૦૦૦ રહેશે .

બાળકને ઘરથી નજીકની શાળામાં પ્રવેશનો લાભ મળતો હોય વાલીએ અગાઉથી ઘરથી નજીકની વધુમાં વધુ શાળાઓની મુલાકાત લઈ શાળાના નામ , સરનામાં , માધ્યમ અને શાળાનો ડાયસકોડ મેળવી લેવા .

ખોટી માહિતી કે પુરાવાના આધારે પ્રવેશ મેળવનાર બાળકનો પ્રવેશ રદ થશે તે ખાસ ધ્યાન રાખવું . 

ચાલુ વર્ષે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન છે . પ્રવેશ ફોર્મ ભર્યા બાદ પ્રવેશ ફોર્મની પ્રિન્ટ આઉટ અને આધારો ક્યાંય જમા કરાવવાના રહેતા નથી .

ઓનલાઈન અરજી કરતી વખતે જ વાલીએ જરૂરી આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે . 

ઓનલાઈન ડોકયુમેન્ટ અપલોડ કરવા માટે ૪૫૦ KB થી ઓછી સાઈજના JPEG અને PDF ફોર્મેટમાં ડોકયુમેન્ટ સ્કેન કરવાના રહેશે . ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે વાંચી શકાય અને જોઈ શકાય તે રીતે સ્કેન કરવાના રહેશે .

વાંચી અને જોઈ ન શકાય તેવા ડોક્યુમેન્ટવાળી અરજીઓ રદ થવા પાત્ર રહેશે જેની નોંધ લેવી . ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ અરજીઓ પણ રદ થવા પાત્ર રહેશે . 

રહેઠાણનો પુરાવો

આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બીલ / ચૂંટણી કાર્ડ / પાણી બિલ / રેશનકાર્ડ / રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એકટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો હોવો જોઈએ . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહી )

વાલીનું જાતિ પ્રમાણપત્ર

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમા સત્તધિકારીનું પ્રમાણપત્ર

 જન્મ પ્રમાણપત્ર  

ગ્રામ પંચાયત / નગર , મહાનગરપાલિકા , જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી , નોંધણી પ્રમાણપત્ર / માતા – પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

ફોટોગ્રાફ

પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

વાલીનું આવકનું પ્રમાણપત્ર

જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે . નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્રનો જ માન્ય ગણાશે .

BPL કેટેગરીમાં આવતા હોય તો

૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે . |જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગરપાલિકાએ અધિકૃત કરલે સક્ષમ અધિકારીનો દાખલો , નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને રજૂ કરવાનો રહેશે . જે શહેરી વિસ્તારમાં ૦ થી ૨૦ આંક ધરાવતા BPL કેટેગરીના લાભાર્થીઓની યાદી ના હોય તેવા વિસ્તારમાં BPL યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે તે સક્ષમ અધિકારીનું BPL યાદી નંબરવાળુ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે . BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહીં .

વિચરતી જાતિ અને વિમુક્ત જનજાતિ

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી ,

તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

https://rte.orpgujarat.com

2 thoughts on “આર.ટી.ઈ. ૨૦૨૧-૨૨ ધોરણ -૧ માં ખાનગી શાળામાં વિના મૂલ્ય પ્રવેશ”

Leave a Comment