અહલ્યાબાઈ

-:અહલ્યાબાઈનું જીવન:- 

ધર્માંધ ઔરંગઝેબે તોડી પાડેલા જ્ઞાનવ્યાપી મસ્જિદમાંના કાશી વિશ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર ,

વારાણસીમાં જ પોતાના નામે અહલ્યા ઘાટનું ગંગાકિનારે બાંધકામ કરાવનાર આ ઉપરાંત દેશના લગભગ તમામ તીર્થક્ષેત્રમાં મંદિરો , ધરમશાળા અને કુંડ બનાવનાર અને તેનો જીર્ણોદ્ધાર કરાવનાર ઇંદોરનાં મહારાણી મહારાણી ,અહલ્યાબાઈ હોલ્કરનો જન્મ 31-5-1725ના રોજ મહારાષ્ટ્રના ચવંડી ગામ ખાતે થયો હતો . છે કે , બાજીરાવ પહેલાના સરદાર , ઇંદોરના મલ્હારરાવ હોલ્કરે જ્યારે પહેલીવાર 8 વર્ષની ઉંમરનાં અહલ્યાબાઈને જોયા ત્યારે . તેમની પ્રતિભાથી અંજાઇને તેમણે પોતાના પુત્ર ખંડેરાવ સાથે અહલ્યાબાઇના લગ્ન કરાવ્યા . એક લડાઇમાં 1754 માં પતિનું મૃત્યુ અને યુવાનવયે પહોંચેલા એકમાત્ર પુત્રનું 20 વર્ષે અવસાન થતાં તેમણે કેટલાક દરબારીઓના વિરોધ વચ્ચે સેનાની સહાયથી ઇંદોરની ગાદી સંભાળી.યુદ્ધ સમયે તેઓ જાતે ચાર ધનુષ્ય અને સેંકડો તીરો સાથે પોતાના હાથી પર બેસી સૈન્યની આગેવાની અહલ્યા બાઈ લેતા.રાજકીય વિરોધીઓને તેમણે મુત્સદ્દીગીરીથી મનાવી લીધા હતા . તેઓ પ્રજાને મળી તેમની ફરિયાદ સાંભળતા , જેથી માળવા ક્ષેત્રમાં તેમની લોકપ્રિયતા વધી , માળવાનો વિકાસ તેમને આભારી છે . ખજાનો તેઓ રાજ્યના કામો માટે વાપરતા અંગત ઉપયોગ માટે નહીં . તેમનું અવસાન 13-8-1795ના દિવસે થયું હતું.

1 thought on “અહલ્યાબાઈ”

Leave a Comment