સાહિત્યકાર દિનકર જોષી(30/06/1937)
લોકપ્રિય એવી 156 સાહિત્ય કૃતિઓ રચનારા લેખક દિનકર જોષીનો જન્મ 30-6-1937ના રોજ થયો હતો. 1963માં તેમણે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર સાથે બીએ કર્યું હતું.
1950માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને 1954માં એમની પહેલી નવલિકા પ્રકાશિત થઈ. તેમણે બેન્કિંગ ક્ષેત્રમાં 1959થી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી કામ કર્યું. એ દરમિયાન બેંકમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં તેઓ પ્રિન્સિપાલ હતા. આ ઉપરાંત વિવિધ અખબારોમાં તેઓ કોલમ લખતા. કૃષ્ણ અને મહાત્મા ગાંધીજી વિશે તેમણે ઊંડાણપૂર્વક સંશોધન કરેલું છે. તેમણે રામાયણ, મહાભારત,
વેદો અને ઉપનિષદોનો ગહન અભ્યાસ અને લેખન કર્યું છે. તેમણે ઝીણા, હરિલાલ ગાંધી, નર્મદ, સરદાર પટેલ, રવિન્દ્રનાથ ટાગોર, ગૌતમ બુદ્ધ વગેરેનાં જીવનચરિત્રો લખ્યાં છે.
પ્રકાશનો પડછાયો નામની તેમની નોવેલ પરથી નાટક અને ફિલ્મ બની છે, તેનું અંગ્રેજી, મરાઠી, હિંદી અને જોષી ગુજરાતીમાં નાટ્ય રૂપાંતર પણ થયેલું છે. મહાત્મા વર્સીસ ગાંધી નાટક અમેરિકામાં ભજવાયું છે. એમના ઘણાં સર્જનોનું ભાષાંતર દેશીવિદેશી વિવિધ ભાષાઓમાં થયું છે.
તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડેમી એવોર્ડ્સ મળેલા છે.