અખબારી નોંધ

akhbari nodh અખબારી નોંધ

અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના “ ખબર ” શબ્દનું બહુવચન છે , જેનો અર્થ થાય છે સમાચારપત્ર , વર્તમાન પત્ર , છાપું . ગુજરાતી ભાષામાં વપરાતી સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ “ સમૂઆચાર ‘ પરથી બનેલો છે , જેનો એક અર્થ માહિતી , વિવરણ , ખબર એવો પણ થાય છે . અંગ્રેજીમાં સમાચાર માટે NEWS

( ન્યૂઝ ) શબ્દ પ્રચલિત છે . માણસમાં પોતાના ગામ – શહેર – દેશ – દુનિયાના સારા – માઠા સમાચારો જાણવાની ઉત્સુક્તા હોય છે . સમાચારપત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે . માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે , એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો , આનંદ પ્રાપ્તિ , સિદ્ધિ કે સુખ – દુ : ખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઇચ્છે છે . આવા અંગત કે સંસ્થાવણી સમાચારો અખબારે વિનામૂલ્ય છાપીને પોતાનો સમાજધર્મ અદા કરે છે .

પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કૉલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે . જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે . આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતાં હોય છે . ઉપરાંત સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકેની જાણ માટે મોકલે છે . સંક્ષિપ્ત સમાચાર નોંધ ” અથવા “ અખબારી નોંધીને અંગ્રેજીમાં “ પ્રેસનોટ ‘ કહેવામાં આવે છે . અખબારી નોંધની કૉલમમાં સામાજિક , શૈક્ષણિક , ઉત્સવ – ઉજવણીઓ , ધાર્મિક – સાંસ્કૃતિક બાબતો , વ્યાખ્યાન , ઈનામ વિતરણ , શુભેચ્છાઓ ઈત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે . મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણાં કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્ય અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે.

ક્વિઝ રમવા માટે Start Quizક્લિક કરો.

અખબારી નોંધ

click here

Leave a Comment