ચરણોમાં
આ કાવ્યમાં ઊઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે . કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે .
કાવ્ય
ઉગમણે આભમાં રેલાયા રંગ,
ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ .
પંખીની પાંખમાં , નાનકડી ચાંચમાં ,
લહેરે છે વગડા ને ઝરણાંનાં ગાન ,
ચોપાસે પહાડ , નદી ઊઘડે મેદાન
કલ્પનાને દોર સરી જાઉં એની સંગ ;
ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ .
દૂર અને પાસમાં , લીલેરા ઘાસમાં ,
ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ,
ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર .
મન એમાં આળોટે મારી છલંગ ;
ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ .
ચરણોમાં