1.જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે?
(A) માણસ
(C) માછલી
(B) દેડકો
(D) ખિસકોલી
2.નીચેનામાંથી કયું સાચું નથી?
(A) કરચલો-પાણી
(C) ચકલી-માળો
(B) ઉંદર-દર
(D) વાંદરો-ગુફા
3.હું દીવાલ પર જાળું બનાવું છું અને શિકાર પકડું છું.
(A) વંદો
(C) કરોળિયો
(B) ગરોળી
(D) માખી
4.કૂદકા મારીને ચાલતું પ્રાણી કયું છે?
(A) ગાય
(C) ઉદર
(B) સસલું
(D) સાપ
5.પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે?
(A) ગરોળી
(B) દેડકો
(C) માછલી
(D) ખિસકોલી
6.દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી?
(A) પાણીમાં રહે
(B) જમીન પર રહે
(C) દરમાં રહે
(D) કૂદકા મારીને ચાલે
7.નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ ઉપર રહે છે?
(A) હરણ
(B) ઘોડો
(C) વાંદરો
(D) સિંહ
8.પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે?
(A) ખિસકોલી
(B) ઉંદર
(C) સાપ
(D) બિલાડી
9.રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે?
(A) પોપટ
(B) ઘુવડ
(C) બકરી
(D) ભેંસ
10.આઠ પગવાળું પ્રાણી કયું છે?
(A) મધમાખી
(B) કીડી
(C) કરોળિયો
(D) વંદો
EVS STD 3 Quiz 1