જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી વિશે સંકળાયેલ વાર્તા

6 સવાલ દ્વારા જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી

ભારતીય કાળ ગણતરી સતયુગથી શરૂ થાય છે. આ યુગમાં પ્રથમવાર દિવાળી પર્વ મનાવાયું હતું. ત્યાર પછી આવેલા ત્રેતા અને દ્વાપર યુગમાં રામ અને કૃષ્ણની સાથે તેમાં નવી ઘટનાઓ ઉમેરાતી ગઈ અને આ પાંચ દિવસનું પર્વ બની ગયું.

1) પાંચ દિવસનું પર્વ દિવાળી ધનતેરસથી કેમ શરૂ થાય છે?

સતયુગથી શરૂ થયેલી દિવાળી, દ્વાપર આવતા-આવતા પાંચ દિવસો પર્વ બની ગઈ, લક્ષ્મીજી, ભગવાન રામ અને કૃષ્ણની પૂજાનું મહાપર્વ છે.

» પ્રથમ દિવસ – સૌથી પહેલા સતયુગમાં કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રિયોદશીના દિવસે સમુદ્ર મંથન દ્વારા ભગવાન ધન્વંતરિ પ્રકટ થયા હતા. ત્યારથી ધનતેરસ પર્વ શરૂ થયું.

» બીજો દિવસ – દ્વાપર યુગમાં આ જ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. ત્યારે પર્વમાં નરક ચતુર્દશી ઉમેરાઈ.

» ત્રીજો દિવસ – સતયુગમાં સૌથી પહેલા કાર્તિક માસની અમાસે લક્ષ્મીજી સમુદ્રમંથન દ્વારા પ્રકટ થયાં હતાં. આ જ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનાં વિવાહ થયા હતા. ત્યારે દિવાળી મનાવાઈ. પછી ત્રેતાયુગમાં આ જ દિવસે રામ વનવાસથી પરત ફર્યા હતા.

» ચોથો દિવસ – દ્વાપર યુગમાં દિવાળીના બીજા દિવસે પ્રતિપદા પર ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી. ત્યારથી આ દિવસ પણ પાંચ દિવસના પર્વનો ભાગ બન્યો.

» પાંચમો દિવસ – દ્વાપરમાં આ દિવસે કૃષ્ણ નરકાસુરને હરાવ્યા પછી પોતાની બહેન સુભદ્રાને મળવા ગયા હતા. જ્યારે સતયુગમાં આ જ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા અને યમુનાજીએ તેમનું તિલક લગાવીને સ્વાગત કર્યું હતું.

2) ધનતેરસનું શું મહત્ત્વ છે?

દિવાળીના પર્વની શરૂઆત આરોગ્યની કામના સાથે ધનતેરસ શરૂઆતઃ

દિવાળીનો ઉલ્લેખ સતયુગમાંથી મળે છે. કથા એવી છે કે, દુર્વાસા ઋષિએ સ્વર્ગના રાજા ઈન્દ્રને ફૂલોની માળા ભેટમાં આપી, પરંતુ ઈન્દ્રએ માળા પોતાના હાથી એરાવંતના ગળામાં નાખી દીધી. એરાવતે તેને પગ નીચે કચડી નાખી. તેનાથી ગુસ્સે થયેલા દુર્વાસાએ ઈન્દ્રને શ્રાપ આપ્યો કે ત્રણેય લોક શ્રીહીન એટલે લક્ષ્મીહીન થઈ જશે.

ત્યાર પછી ભગવાન વિષ્ણુના કહેવાથી દેવતાઓ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું, જેથી સમૃદ્ધિ ધરતી પર પાછી ફરે. તેમાંથી 14 રત્ન નીકળ્યા. કાર્તિક માસ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે સમુદ્રમંથનથી ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ સાથે નીકળ્યા.

મહત્ત્વઃ ધન્વંતરિ અમરત્વ એટલે આરોગ્યના દેવતા છે. તેઓ હાથમાં પાત્ર લઈને સમુદ્રમંથનમાં નીકળ્યા હતા, એટલે આ દિવસે વાસણ ખરીદવાની પરંપરાના ઉમેરાઈ ગી. ધનતેરસના દિવસે કુબેરની પૂજા પણ કરાય છે. કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે. કુબેર લક્ષ્મીજીના સેવક છે. આ રીતે તેઓ ધનના રક્ષક છે.

3) રૂપ ચૌદસની શરૂઆત કેવી રીતે થઈ?

કૃષ્ણએ નરકાસુરનો વધ કરીને 16 હજાર કન્યા બચાવી

રૂપ ચૌદસની શરૂઆતઃ પાંચ દિવસના પર્વનો બીજો દિવસ રૂપ ચૌદસ તરીકે મનાવાય છે. જેને નરક ચતુર્દશી, નાની દિવાળી, કાળી ચૌદસ, રૂપ ચૌદસ પણ કહે છે. દેવી કાલીએ પૃથ્વી અને સ્વર્ગને ક્રુર રાક્ષસોના હાથે બચાવવા આ જ દિવસે જન્મ લીધો હતો. બંગાળમાં આ તહેવાર માતા કાલીની પૂજા માટે સમર્પિત છે અને ઉત્સાહ સાથે મનાવાય છે.

આ પર્વ મનાવવાની મુખ્ય પરંપરા દ્વાપર યુગમાં શરૂ થઈ હતી. દ્વાપરમાં કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે જ ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કરી 16,100 કન્યાઓને નરકાસુરના બંદીગૃહમાંથી મુક્ત કરાવી હતી.

મહત્ત્વ આ પર્વ મહિલા સન્માન અને

સૌંદર્યને સમર્પિત છે. તેને સૌંદર્ય પર્વ પણ કહે છે. માન્યતા છે કે, આ દિવસે સૂર્યોદય પહેલા ચંદનનો લેપ લગાવી નદીમાં સ્નાન કરવાથી બધા પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પરલોક સુધારવાના દિવસ તરીકે પણ ઓળખાય છે.

4) દિવાળી પૂજામાં લક્ષ્મીજીની સાથે રામજીનો સમાવેશ કેવી રીતે થયો?

સતયુગમાં લક્ષ્મીજી આ દિવસે સમુદ્રમંથનમાંથી નિકળ્યાં, ત્રેતાયુગમાં રામજી અયોધ્યા પરત ફરતા ખુશી મનાવાઈ, મર્યાદાની સ્થાપનાનો ઉત્સવ દિવાળીની શરૂઆતઃ દિવાળી સતયુગથી મનાવાય છે. ત્યારે કાર્તકી અમાસે લક્ષ્મીજીસમુદ્રમંથનમાં પ્રકટ થયાં હતાં.

ભગવાન વિષ્ણુ એ જદિવસે વિવાહ કર્યા હતા આ અવસરે એક લાઈનમાં દીપ પ્રગટાવાયા હતા. ત્યારથી દેવી લક્ષ્મીની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે દિવાળી મનાવાય છે.ત્યાર પછી ત્રેતાયુગમાં રાક્ષસ રાજા રાવણને હરાવ્યા પછી ભગવાન રામ આ જ દિવસે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા, તો દિવાળી વધુ ભવ્ય બની ગઈ.

સમૃદ્ધિ અને ધન માટે લક્ષ્મીજીની પૂજા કરાયછે. તેનાથી ઘરમાં વૈભવ અને સંપત્તિની પ્રાર્થના કરાય છે. આ દિવસે રામનું અયોધ્યા પુનરાગમન શુભ અને મર્યાદાની જીતની સ્થાપના કરે છે. જે રીતે રામના પરત ફરવાની ખુશીમાં આખી અયોધ્યામાં દીપ પ્રગટાવાયા હતા, એ જ પરંપરા અસંખ્ય લોકો આજે પણ પાળી રહ્યા છે.

5) ગોવર્ધન કૃષ્ણજીની પૂજા છે, દિવાળીનો ભાગ કેવી રીતે બની? વ્રજવાસીઓની સુરક્ષા માટે કૃષ્ણણે આંગળી પર પર્વત ઊંચક્યો

ગોવર્ધન પૂજાની શરૂઆતઃ દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા દ્વાપર યુગથી શરૂ થઈ. શ્રીમદ ભાગવત અનુસાર દ્વાપરમાં શ્રીકૃષ્ણએ વૃજના લોકોને ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવા કહ્યું હતું. તેનાથી ઈન્દ્ર નારાજ થઈ ગયા અને વૃજમાં મુશળધાર વરસાદ પડવા લાગ્યો. આ વરસાદ સાત દિવસ સુધી ચાલુ રહ્યો.

આ દરમિયાન વૃજના લોકોની સુરક્ષા માટે કૃષ્ણએ સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતને પોતાની સૌથી નાની આંગળી પર ઊંચકીને રાખ્યો હતો. સાતમા દિવસે ભગવાને ગોવર્ધનને નીચે મુક્યો. ત્યાર પછી ગોવર્ધન પૂજા કરી અન્નકુટ કરાયો. ત્યારથી આ ઉત્સવ અન્નકુટના નામથી મનાવાય છે.

મહત્ત્વ આ દિવસે 56 કે 108 પ્રકારના પકવાન બનાવીને શ્રીકૃષ્ણને ભોગ ધરાય છે. જેને અન્નકૂટ કહે છે. બધા ભેગામળી ભોજન બનાવે છે અને જમે છે. જે સામુહિક શક્તિને પ્રગટ કરે છે. સંસાધનોનો ભેગામળીને ઉપયોગ કરવા માટે પણ પ્રેરિત કરે છે.

6) ભાઈબીજ અને રક્ષાબંધન એક સમાન, કેમ મનાવાય છે? યમરાજે બહેન યમુનાની મુલાકાતની

ખુશીમાં લોકોને મુક્ત કર્યા ભાઈબીજની શરૂઆતઃ સ્કંદપુરાણની કથા અનુસાર ભગવાન સૂર્ય અને તેમનાં પત્ની સંજ્ઞાના બે સંતાન હતા. પુત્ર યમરાજ અને પુત્રી યમુના. યમ પાપીઓને સજા આપતા હતા. નિર્મલ મનની યમુનાને તેમની મુશ્કેલીઓ જોઈને દુઃખ થતું, એટલે તે ગૌલોકમાં રહેવા લાગ્યાં.

કાર્તિક શુક્લ પક્ષ દ્વિતીયના દિવસે યમુનાએ ભાઈ યમરાજને ભોજન માટે બોલાવ્યા તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નરકમાં નિવાસ કરતા જીવોને મુક્ત કરી દીધા. બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી આ દિવસે જ પોતાની બહેન સુભદ્રાને મળવા ગયા હતા.

મહવઃ માન્યતા છે કે, સુભદ્રાની જેમ કૃષ્ણનો સત્કાર માથા પર તિલક લગાવીને કરવાથી ભાઈ-બહેનનો પ્રેમ વધે છે. એવી પણ માન્યતા છે કે, આ દિવસે ભાઈ બહેને યમુનામાં સ્નાન કરવું જોઈએ. જીવનમાં થયેલી ભૂલો માટે યમરાજ સમક્ષ માફી માગવી જોઈએ.

Leave a Comment