Navodaya Paragraph Test 5
જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં ભાષા નો ફકરો આવતો હોય છે અને તે વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.
તમને ખબર છે ‘ નર્મદા’નો અર્થ ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા . એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે . ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા – નીચા પહાડો , ક્યાંક લીલોતરીવાળાં સુંદર ખુલ્લા મેદાનો . નર્મદા ક્યાંક એકદમ શાંત ; ક્યાંક દોડતી – કૂદતી એટલે એને “ રેવા ‘ પણ કહે છે ; રેવા એટલે કૂદનારી . ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીરગંભીર વહે છે . આવી સરસ નદી ! આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એનાં વખાણ કરતાં થાકતા જ નથી . તમે તમારાં દાદા – દાદીને આ સ્તોત્ર ગાતાં પણ સાંભળ્યા હશે : ‘ ત્વદીય પાદપંકજં નમામિ દેવી નર્મદે ! ”
paragraph 5