Navodaya Paragraph Test 4

એક ટાપુના રાજાએ ડાયેલસ અને તેના દીકરા ઈકારસને કેદ કરી લીધા.પણ ડાયેડલેસ હોશિયાર માણસ હતો .એણે એના દીકરાને કહ્યું , “ આપણે ભાગી છૂટવાનો રસ્તો શોધી કાઢીશું . ” એણે વાંસની લાકડીઓ ઉપર મીણાથી પીંછાં ચોટાડીને પાંખો બનાવી અને તેને દીકરાના ખભા પર લગાવી દીધી .એણે ઈકારસને કહ્યું , “ હવે જા , પણ બહુ ઊંચે ન ઉડતો , કારણ કે સૂરજની ગરમીથી મીણ પીગળી જશે અને પાંખો પડી જશે . ”ઈકારસ ઊડી ગયો.એણે કેવાં આનંદ અને મુક્તિ અનુભવ્યાં ! એ એના પિતાની શિખામણ ભૂલી ગયો અને ગરુડ જેટલે ઊંચે ઊડવાનું નક્કી કર્યું . એ તો ઊંચે ને ઊંચે ઊડતો ગયો . સૂરજને લીધે મીણ પીગળ્યું અને પાંખો પડી ગઈ.એ દરિયામાં પડ્યો અને ડૂબી ગયો . 

Paragraph no 4

Leave a Comment