વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો
જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો.
નીચેનામાંથી કયું પ્રાણી નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક ગ્રહણ કરે છે ?
(A) સમડી
(B) હમિંગ બર્ડ
(C) જૂ
(D) ગોકળગાય
સફરજનને બચકું ભરવા માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ કરી શકાય ? અરે ક
(A) રાક્ષસી
(B) છેદક
(C) દાઢ
(D) અગ્રદાઢ
બાખરવાલ ઘેટુ કયા રાજયમાં જોવા મળે છે ?
(A) જમ્મુ અને કાશ્મીર
(B) ગુજરાત
(C) રાજસ્થાન
(D) પંજાબ
મને ઓળખો ઃ હું તાપમાનનું માપન કરતું સાધન છું.
(A) ગ્લુકોમીટર
(B) ઓડોમીટર
(C) લેકટોમીટર
(D) થર્મોમીટર
નીચેનામાંથી કયું ઉષ્માવહનની રીતથી ગરમ થતું નથી ?
(A) લોખંડની પટ્ટી
(B) સ્ટીલની ચમચી
(C) દૂધ
(D) તાંબાનો તાર
એસિડ સ્વાદે હોય છે.
(A) તૂરા
(B) ખાટાં
(C) ખારા
(D) તીખા
જાસૂદના ફૂલનું સૂચક બેઝિક દ્રાવણને કેવું બનાવે છે ?
(A) રંગવિહિન
(B) ઘેરા ગુલાબી (મેજેન્ટા)
(C) લીલું
(D) લાલ
કાગળનું સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર કહેવાય ?
(A) ભૌતિક ફેરફાર
(B) રાસાયણિક ફેરફાર
(C) સામાજિક ફેરફાર
(D) આર્થિક ફેરફાર
ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે ?
(A) કચરો
(B) પ્રદૂષકો
(C) જંતુનાશક
(D) સેન્દ્રિય પદાર્થો
અળસિયું શ્વસન…… દ્વારા કરે છે.
(A) શ્વસન છિદ્ર
(B) ભીની અને ચીકણી ત્વચા
(C) ફેફસા
(D) ઝાલર
NMMS TEST 1