std 6 gujarati palash first sem lesson 1 ame to aavu j karavana

( 1 ) વાર્તા વાંચતાં બીક લાગતી હતી? કઈ કઈ વાત સાંભળી બીક લાગી? એ વાતોમાં બીક લાગે એવું શું છે?

ઉત્તર : હા, વાર્તા વાંચતાં,જ્યારે એક છોકરું ‘ઓઈઈઈ’ કરીને ચીસ પાડે છે, તે ઘટનાથી બીક લાગતી હતી. વાર્તાના વર્ણનમાં  કોઈને પગ આગળ કશુંક લીસું લીસું અડ્યું ને ‘ભૂત આવ્યું રે’ કહીને બાળક ભડકી ઉઠે ત્યારે અને ટુકડીના જે સાથીદારનો હાથ પકડેલો તે જ ચાલતું ભૂત હોવાની શંકા જાય ત્યારે બીક લાગી.

( 2 ) તમારી સામે ભૂત આવી ગયું છે. તમે શું બોલો / કહો? ઍક્ટિંગ કરો. 

ઉત્તર  : ભૂત … ! જા… તારાથી ડરીશ નહિ. ઓમ નમો હનુમંતાય ( મંત્ર બોલે છે)

ચાલ, ભાગ અહીંથી, નહિ તો તને . બોટલમાં પૂરી દઈશ … (મંત્ર બોલવાની, હાથની ચેષ્ટા સાથેની ઍક્ટિંગ)

જો … ભાગી થઈ ગયું ને ભૂત …

(૩) ક્યારે હસવું આવી ગયું? એ વાતમાં હસવા જેવું શું લાગ્યું?

ઉત્તર : વાર્તામાં જ્યારે ભૂત બની ડરાવવા છુપાયેલો છોકરો, કોઈના આવવાનો અવાજ આવ્યો એટલે એને ડરાવવા એ કુદે છે ને એમ કરવામાં બંને છોકરા, એકબીજાને અથડાઈ જાય છે એમને વાગે છે ને પોતે ખૂબ ડરી ગયા ત્યારે એ રમૂજી દૃશ્ય જોઈ ભૂતનો ભય દૂર થઈ ગયો ને બધાંને  હસવું આવી ગયું. ડરાવનાર જ ડરી ગયા એ વાત હસવા જેવી લાગી. આ ઉપરાંત, ભૂત બનીને કબરમાં છુપાયેલા બાળકને પુષ્કળ મચ્છરો કરડ્યા ત્યારે, ‘ભૂતને મચ્છરોના ઝૂંડે કરડી ખાધો’ – આ વાંચીને ખૂબ હસવું આવ્યું કારણ કે ભૂતને મચ્છર કરડે એ કેવી નવાઇની વાત કહેવાય ને.

( 4 ) આવા કાર્યક્રમમાં તમને ભૂત બનવાનું ગમે? શા માટે? ઉત્તર : હા. આવા કાર્યક્રમમાં ભૂત બનવાનું મને ગમે. મને તો ભૂત બનીને મિત્રોને ડરાવવાની મજા પડી જાય. તે ડર્યા હોય તે વાત ફરી તમને યાદ કરીને હસવાની ખૂબ મજા આવે. ચીડવવાની મજા આવી જાય.

( 5 ) તમે ભૂત બનો તો કેવો વેશ કાઢો?

ઉત્તર : હું ભૂત બનું તો ભૂત ના પિક્ચર માં જેવો વેશ હોય તેવો બજારમાંથી ડરામણો વેશ લઈ આવું. કાળા, લાલ કે સફેદ રંગના કપડા પહેરી મોટા લાંબા વાળ લગાવું.

(6) તોત્તો-ચાને કબ્રસ્તાન સુધી નહિ જ જવાનું શાથી વિચાર્યું? ઉત્તર : કબ્રસ્તાનમાં તો ભૂત હોય જ છે, એવું  તોત્તો ચાનને લાગતું.તેથી તોત્તો ચાને ભૂતની બીકને કારણે મનમાં નક્કી કરી દીધું કે કોઈ પણ સંજોગોમાં કબ્રસ્તાન સુધી તો નહિ જ જવું.

( 7 ) આ બધાં બાળકોમાંથી કયું બાળક તમને તમારા જેવું લાગ્યું? ઉત્તર : કબ્રસ્તાન સુધી જવાની જે બાળકોની હિંમત ચાલી નહિ, તેઓ ડરી ગયાં અને પાછાં ભાગી આવ્યાં એ બાળકો મને અમારા જેવાં લાગ્યાં.

( 8 ) તમે ભૂતની ફિલ્મો જોઈ છે? કઈ કઈ? તેમાં શાની મજા પડે?

ઉત્તર : હા, મેં ભૂતની બે ફિલ્મો જોઈ છે. ભૂતનાથ ને કંચના એમાં  ભૂતનાથ ફિલ્મમાં ભૂત નાના બાળક સાથે ધમાલ કરે છે, એને પહેલાં ડરાવે છે, પછી ચૉકલેટ આપે છે, એની સાથે રમે છે, ને તેનો મિત્ર બની જાય છે. 

(9) આજુબાજુમાં ભૂત હશે.’ – એવું શાના પરથી લાગે?

ઉત્તર : કોઈ જગ્યા નિર્જન હોય,  રાત્રિનો સમય હોય, અંધારું હોય અને અચાનક પાંદડા ખખડે કે ઝાડીમાંથી કંઈક હલવાનો અવાજ આવે, બિલાડી નીકળી આવે તેમજ બિલાડી બોલે  ત્યારે આજુબાજુ ક્યાંક ભૂત છુપાઈને બેઠું હશે એવું 

(10) તોમોએ જેવી શાળામાં તમને ભણવું ગમે? શું શીખવા મળે? તમે ભૂત જોવા જાત?

ઉત્તર : તોમોએ જેવી શાળામાં મને ભણવું ગમે. ત્યાં કુદરતી વાતાવરણમાં ટ્રેનના ડબ્બામાં ભણવાનું એટલે નવું જ લાગે ડર દૂર કરવા શિક્ષક બહાદુરીના પાઠ પ્રત્યક્ષ અનુભવથી શીખવે. હું ત્યાં હોત તો હિંમત રાખી ભૂત જોવા જરૂર જાત.

(11) ચાલો, જાપાનીઝ શબ્દ જાપાની વ્યક્તિ બોલે તેમ બોલીએ : તોમોએ, કુહોનબુત્સુ, મિગિતા, મારુયામા, તોત્તો-ચાન

Leave a Comment