( 1 ) આમાં તમને કયા શબ્દો સાંભળવાની મજા પડી ગઈ?
ઉત્તર : આમાં મને નીચેના શબ્દો સાંભળવાની મજા પડી ગઈ :
( 1 ) ઝાડવાં અદબ લગાવી ઊભાં રહી જાય, વાદળો ઢોલનગારાં વગાડે, આકાશ પણ સેલ્ફી લે …
( 2 ) બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે …
(૩) લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે …, જાણે કે તબલા પર જુદી જુદી થાપ .
( 2 ) આવું તમે અગાઉ ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું હોય એવું યાદ આવે છે?
ઉત્તર આવું મેં અગાઉ ધોરણ 5ના ‘કેકારવ’ પાઠ્યપુસ્તકમાં વાંચ્યું છે.
(૩) ધરતી તો આ જૂની બહેનપણી…’માં ‘આ’ એટલે કોણ? એ ધરતીની બહેનપણી કઈ રીતે કહેવાય?
ઉત્તર : ‘આ’ એટલે વર્ષાઋતુ. દર વર્ષે વર્ષાઋતુ આવે ને ધરતી આનંદથી છલકાઈ જાય … ‘અત્તર લગાવી તૈયાર થઈ જાય’ એટલે વરસાદ થતાં, ધરતીમાંથી મીઠી સુગંધ છૂટે. વરસાદ આવતા જ ધરતી લીલી છમ થઈ થઈ જાય. વર્ષાઋતુના વગર ધરતી સુકાઈ જાય. એ રીતે વર્ષાઋતુ ધરતીની બહેનપણી કહેવાય.
( 4 ) લોકો વર્ષારાણીને જે ફરિયાદ કરે છે તેને ‘મીઠી’ કેમ કહી છે?
ઉત્તર : વર્ષારાણી સૌને વહાલી છે.ને જે વહાલું હોય એની સામેની ફરિયાદ ‘મીઠી’ હોય. લોકોને તેમના કામે જવાના સમયે વરસાદ પડે ત્યારે તે અડચણરૂપ બને છે, પરંતુ બધા વરસાદનું મહત્ત્વ જાણે છે. કે આપણા દેશમાં ખેતી વરસાદને આધારે જ છે. તેથી તેઓ, વર્ષારાણીને મીઠી ફરિયાદ કરે છે કે ‘સમયસર આવતાં હો તો !’
2.વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો
1872 માં વૈજ્ઞાનિક બેંજામિન પહેલો એવો શખ્સ છે જેણે વીજળીના ચમકારા વિશે વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે આકાશમાં વાદળો છવાયેલા હોય છે તો તેમા રહેલુ પાણી અને નાના-નાના કણો હવાના ઘસારાના કારણે ચાર્જ થાય છે. જેમા કેટલાક વાદળો પર પોઝીટીવ ચાર્જ થાય છે તો કેટલાક વાદળો પર નેગેટીવ ચાર્જ આવે છે. પરંતુ જ્યારે આ બન્ને પ્રકારના ચાર્જ વાળા વાદળો સાથે મળે છે, ત્યારે તેમાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે.
3.આપણે ‘વરસાદ ગાજે છે’ એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે ?
આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળ ટકરાય છે. વિદ્યુતભાર સાથે ગડગડાટ થાય અને એ અવાજ આવે છે ત્યારે આપણને લાગે છે કે વરસાદ ગાજે છે.
2.2 જમણો હાથ આગળ કરો. ડાબા હાથને 90° ને ખૂણે વાળી તેના વડે જમણા હાથને ટેકો આપો. હવે 50 સુધી મનમાં બોલો. બંને હાથ ખભાને સમાંતર હોવા જોઈએ. હવે હાથ બદલીને બ્રેઇન જિમની આ કસરત ફરી કરો.
વર્ગને ત્રણ જૂથમાં વહેંચો. દરેક જૂથને નીચે આપેલા ત્રણ ભાગમાંથી કોઈ એક ભાગનું કામ સોંપો. તમારા જૂથને સોંપેલો ગદ્યખંડ વાંચો. ટેબલમાં જે તે શબ્દોની આગળપાછળના શબ્દો તે ગદ્યખંડમાંથી શોધીને લખો. પછી તમારા જૂથના શબ્દો વર્ગમાં રજૂ કરો. અન્ય બંને જૂથના મિત્રો તેમનું વર્ગકાર્ય રજૂ કરે ત્યારે તે શબ્દો નિબંધમાંથી શોધી તેની નીચે લીટી કરો. અન્ય બંને જૂથના શબ્દો ગૃહકાર્યમાં લખી લાવો. (જૂથકાર્ય)
( 1 ) પર્જન્યના પરોણા કોણ છે? તેઓને પરોણા શા માટે કહે છે?
ઉત્તર : પર્જન્ય એટલે કે વરસાદના પરોણા દેડકાં, ભરવાડો, તમરાં, કાનખજૂરા, નાનાં નાનાં ફૂદડાં, પાંખોવાળા મંકોડા, વીંછી, ઇયળો, રંગબેરંગી પતંગિયાં છે. પરોણા એટલે મહેમાન. જેમ મહેમાન આપણે ત્યાં આવે ત્યારે આપણે આગતા-સ્વાગતા કરીએ, સમ્માન કરીએ ને થોડા સમય પછી તેઓ આપણા ઘેરથી જતા રહે એમ પર્જન્યના પરોણા પૃથ્વી ઉપર, વરસાદ આવે એ સાથે એકાએક આવી જાય છે, તે જીવો મોટે ભાગે અલ્પજીવી હોય છે. વરસાદ પૂરો થતાં મહેમાનની જેમ ચાલ્યા જાય છે, તેથી તેમને ‘પરોણા’ કહે છે.
( 2 ) નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદું? તમને કેવી રીતે ખબર પડી?
ઉત્તર : નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતર્યાં પાણીમાં તરતાં માછલાં ચોખેચોખ્ખાં દેખાતાં હતાં. એમનાં શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. પાણી ચોખ્ખું હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ પાણીમાં રહેલી માછલી તેમજ અન્ય જીવોને સ્પષ્ટ રીતે જોઈ શકાય.
(૩) બાવળનું ઝાડ હલતું હતું? કેમ ખબર પડી?
ઉત્તર : ના બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ બાવળના ઝાડનો પડછાયો નદીનાં પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું.
( 4 ) કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગિજુભાઈને કેમ લાગ્યું હશે?
ઉત્તર : હોડી બનાવવાની મજા નાના બાળકોને આવતી હોય.હોડી કાગળની હોય. કાગળ નોટબુકનો હોય, અને નિશાળિયાઓએ હોડી બનાવી, વહેતાં પાણીમાં તરતી મૂકી હોય. તેથી ગિજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે.
( 5 ) સક્કરખોરાનું બે-ત્રણ વાક્યમાં વર્ણન કરો.
ઉત્તર : સક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પંખી છે, એની છાતી પીળા રંગની વચ્ચે કાળો, લાંબો પટ્ટો હોય છે.મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઊડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે.
( 6 ) ગિજુભાઈ બાળકોને શી સલાહ આપે છે?
ઉત્તર : ગિજુભાઈ બાળકોને સલાહ આપતા કહે છે કે કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો, સૌંદર્ય-દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો, ખેલો, બસ ખેલો .. ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો; ખુશીથી સરોવરો ને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરા ને અનુભવો કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળનાં અને ઘરનાં બારણાં ખુલ્લાં મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો.
આપેલા એક-એક શબ્દ / શબ્દસમૂહ વાંચો. તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ : (જોડીકાર્ય)
વારંવાર, જળ, મધ ચૂસવું, ગર્જના, લીલું, સક્કરખોરો, દેડકાં, તીણું, ઝીણું, પૂર, ભરવાડો, આમતેમ, રેતી, મોર, કાનખજૂરા, કાંકરા, સહજ, ધોળું, મેઘ, કાળું, સરસર, ઝાંઝરુ, ઇંદ્રધનુષ, વીંછી, આજુબાજુ, માછલાં, તળિયું, તપખીરિયું, નાચવું, મોટું, મેઘધનુષ, વહેવું, કરડવું, વહેતું, પીંછાં, નાનું, લીંબડો, નીતર્યું, ફૂદડાં, છીપલાં, ચોખ્ખુ, શંખલા, ભેખડ, આખું, હમણાં, જાડું, પીપર, કાંઠો, ઊંચુંનીચું, કાગડો, માળો, રંગબેરંગી, તણાવું, પાંખાળા મંકોડા
( 1 ) ચોમાસાને લગતા : ગર્જના, પૂર, મેઘ, ઇંદ્રધનુષ, મેઘધનુષ
( 2 ) ચોમાસું જીવો : દેડકાં, ભરવાડો, કાનખજૂરા, વીંછી, ફૂદડાં, પાંખાળા મંકોડા
(૩) જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા : લીલું, તીણું, ઝીણું, આમતેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝવું, તળિયું, તપખીરિયું, મોટું, નાનું, લીંબડો, ચોખ્ખુ, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચુંનીચું, રંગબેરંગી
( 4 ) નદીને લગતા : જળ, પૂર, રેતી, કાંકરા, માછલાં, વહેતું, છીપલાં, શંખલા, ભેખડ, કાંઠો, તણાવું
( 5 ) પક્ષીઓને લગતા : સક્કરખોરો, મોર, પીંછાં, કાગડો, માળો
( 6 ) ક્રિયાની વિશેષતા : વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતર્યું