ધ્રુવ ભટ્ટ

નવલકથાકાર ધ્રુવ ભટ્ટ

ભાવનગર જિલ્લાના નિંગાળા ગામે 8 મે 1947 ના રોજ નવલકથાકાર અને કવિ ધ્રુવ ભટ્ટનો જન્મ થયો હતો . પ્રાથમિક શિક્ષણ અને મેટ્રિકની પરીક્ષા કેશોદ ગામે પાસ કર્યા પછી બે વર્ષ સુધીના વાણિજ્યના અભ્યાસને અધૂરો છોડી નોકરી સ્વીકારી . એ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેખનકાર્ય આપનાવ્યું .

તેમની જાણીતી  નવલકથાઓમાં ખોવાયેલું નગર , મહાભારતના એક પ્રમુખ સ્ત્રીપાત્ર દ્રૌપદીને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા અગ્નિકન્યા , સૌરાષ્ટ્રના સાગર કિનારાની સફર કરાવતી દ્વારકા , મહુવા , દીવ , જાફરાબાદ અને સોમનાથની ઝાંખી કરાવતી . આત્મકથાત્મક નવલકથા સમુદ્રાન્તિકે જેનોઅંગ્રેજી અનુવાદ વિનોદ મેઘાણીએ કર્યો છે . એમની ‘ તત્વમસિ ’ નવલકથા નર્મદા કિનારે વસતા આદિવાસીઓના સમાજ જીવન , લાક્ષણિકતાઓ , સમસ્યાઓ અને સમાધાન પર આધારિત છે . 2018 માં આવેલી ગુજરાતી ફિલ્મ રેવાનો કેન્દ્રવર્તી વિચારો તત્ત્વમસિમાંથી લેવાયો છે . 2005 માં તેમને દર્શક ભટ્ટ ફાઉન્ડેશન એવોર્ડ મળેલો છે . તેમનાં પુસ્તક ‘ ગાય તેનાં ગીત’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો છે જ્યારે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી તેમની બે રચનાઓ અતરાપી અને કરણલોકને પુરસ્કાર મળ્યો છે . 2002 માં તેમની નવલકથા તત્ત્વમસિને સાહિત્ય એકેડેમી એવોર્ડ મળ્યો છે .

તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ૨૦૦૫માં તેમને દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા.

Leave a Comment