6 August Din Vishesh Alexander Sir Fleming

6 August Din Vishesh Alexander Sir Fleming Inventor of Penicillin

6 ઓગસ્ટ

પેનિસિલીનના શોધક એલેકઝાન્ડર સર ફ્લેમિંગ

જન્મ 6–8– 1881

અવસાન 11-4-1955

1928 માં શોધેલી તેમની જે શોધને 1945 માં તબીબીશાસ્ત્રનું નોબેલ ઇનામ મળ્યું હતું , જેને માણસજાતના રોગો પરના સૌથી મોટા વિજય તરીકે ઓળખાય છે એ પેનિસિલીનના શોધક , સ્કોટલેન્ડના ફિઝિશિયન અને માઇક્રોબાયોલોજીસ્ટ એલેકઝાન્ડર સર ફ્લેમિંગનો જન્મ 6–8– 1881 માં થયો હતો .

તેઓએ તબીબીશાસ્ત્રમાં એન્ઝાયમ , લાઇસોઝાઇમની શોધ પણ કરી હતી .

1928 માં જ્યારે તેઓ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ પર સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે લેબોરેટરીમાં એક ડીશમાં જામેલી ફૂગ પાસે જીવાણુરહિત એક સર્કલ જોયું . એ ફૂગ પર ગહન સંશોધન કરતાં તેમણેનોંધ્યું કે એ ફુગને 800 ગણી મંદ કરવામાં આવે તો પણ તે સ્ટેફાયલોકોક્સ પ્રકારનાં જીવાણુઓની વૃદ્ધિને રોકે છે.

જીવાણુ દ્વારા થતાં રોગો માટેની તે અક્સીર દવાને તેમણે નામ આપ્યું પેનિસિલિન.

1906 માં એમબીબીએસ થનાર ફ્લેમિંગે 1908 માં બીએસસી જીવાણુશાસ્ત્રમાં કર્યા પછી પહેલા વિશ્વયુધ્ધમાં  ૨ણમેદાન પર પણ કામ કર્યું હતું.

પછીથી તેઓ લંડન યુનિવર્સિટીમાં જીવાણુશાસ્ત્રનાં પ્રોફેસર નિમાયા હતા .

તેમના પુત્રો તેમની શોધની પેટન્ટ મેળવી ધન કમાવા માગતા હતા પણ ફલેમિંગે તેમ કરવાની ના પાડી અને ફ્રી ફોર ઓલની ભાવના રાખનાર ફ્લેમિંગનું અવસાન 11-4-1955માં થયું હતું.

Leave a Comment