5 august din vishesh Neil Alden Armstrong

૫ ઓગસ્ટ દિન વિશેષ

Dr. h. c. Neil Alden Armstrong

એક વ્યક્તિ તરીકે ભલે આ નાનું ડગલું હોય પણ માનવજાત માટે આ ( વિકાસ ) હરણફાળ છે . આ શબ્દો હતા 5-8 1930 નાં રોજ જન્મેલા , અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગના .

20-7-1969ના ચંદ્ર પર પગ મુકનાર પહેલાં માનવી હતા .

અમેરિકા તરફથી કોરિયન યુદ્ધમાં નીલ તેમણે નેવી પાઈલોટ તરીકે ભાગ લીધો હતો . એ પછી તેઓ નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સમાં નાગરિક ટેસ્ટ પાઇલોટ રૂપે જોડાયા હતા . ( જે પછીથી નાસાના નામે ઓળખાઈ ) .

1962 માં તેઓ પહેલા નાગરિક તરીકે અવકાશી તાલીમ કેન્દ્રમાં જોડાયા હતા .

જેમિની 8 મિશનનાં નીલ જેઓ રોજ ચંદ્રકમાન્ડ પાઇલોટનો અનુભવ મેળવ્યો હતો .

ચંદ્રયાન , એપોલો 11 ના તેઓ ત્રણ સભ્યોના દળના કમાન્ડર હતા . તેઓએ કુલ 8 દિવસ , 14 કલાક અને 12 મિનિટ અવકાશમાં ગાળ્યા હતા .

સેવાનિવૃત્તિ પછી 1971 થી 1979 સુધી તેઓ યુનિવર્સિટી ઑફ સિનસિનાટીના એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર રહ્યા હતા .

1986 ની ચેલેન્જરયાન દુર્ઘટનાના મસ્ટ્રોંગ તપાસપંચના તેઓ એક સભ્ય હતા .

અમેરિકાનો સર્વોચ્ચ પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ સહિત ઘણાં બધાં ઇનામ અકરામ તેમને મળ્યા હતા .

તેમનું અવસાન 25–8–2012માં હાર્ટએટેકથી થયું હતું .

Leave a Comment