G Shala

“G-Shala (Gujarat Students’ Holistic Adaptive Learning App

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧ થી ૧રના વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહો સહિતના તમામ વિષયો માટેના ઇ-કન્ટેન્ટ સાથે માટે એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS) – “G-Shala (Gujarat Students’ Holistic Adaptive Learning App)” તૈયાર કરવામાં આવેલ છે.

સદર ઇ-કન્ટેન્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ મુજબ ગુજરાતી માધ્યમમાં વિકસિત થયેલ છે. જેમાં 2D-3D એનિમેટેડ વિડીયો, સંદર્ભ / પૂરક સામગ્રી, મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક, ડિજીટલ સ્વરૂપે પાઠ્યપુસ્તક (ઇ-બુક), શબ્દ સંગ્રહ, શિક્ષકો માટે પૂર્વ વર્ગખંડ મોડ્યુલ, હોમવર્ક મોડયુલ અને વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ માપન ડેશબોર્ઠ જેવી સુવિધા છે.

આ ઉપરાંત, સમગ્ર ઇ-કન્ટેન્ટ અધ્યયન નિષ્પત્તિ આધારિત છે, જેમાં વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવિટી, પ્રાયોગિક સિમ્યુલેશન અને સ્વતંત્ર રીતે સ્વ-અધ્યયન તેમજ સ્વ-મૂલ્યાંકનની સાથે સાથે પોતાની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરી તેમાં સુધારો કરવાની પૂરતી તકો મળી રહે છે.

1.    લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-Shalaનો વેબ બેઝ્ડ એપ્લીકેશન અને મોબાઇલ એપ એમ બંને રીતે ઉપયોગ થઇ શકશેઃ    

વેબ બેઝ્ડ એપ્લીકેશન માટેની લિંક: https://gshala.schoolnetindia.com

મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટેની લિંકઃ

https://play.google.com/store/apps/details?id=com.org.g_shala

2.    G-Shala મોબાઇલ એપ Google Play Store પર ઉપલબ્ધ છે, Play Storeમાં G-Shala લખી સર્ચ કરવાથી પણ મળી રહેશે.   

3. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-Shalaની રજીસ્ટ્રેશન (સાઇન અપ પ્રોસેસ) પ્રક્રિયાના પગલાઓ આ સાથે સમેલ રાખી મોકલી આપવામાં આવે છે. જેને અનુસરી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાઇન અપ પ્રોસેસ સફળતાપૂર્વક કરી શકે તે માટે જરૂરી માહિતી અને માગર્દર્શન આપશો.  

4.    G-Shala એપમાં વિધાર્થીઓએ કઈ રીતે લોગ ઈન થવું અને કઈ રીતે ઉપયોગ કરવો તેનો વિડીયો જોવાની લિંક

https://youtu.be/19sQ7ror7gA

5.    શિક્ષક અથવા વિદ્યાર્થી રજુસ્ટ્રેશન (સાઇન અપ) દરમિયાન, ૧૮ અંકનું ચાઇલ્ડ યુનિક આઈડી (વિદ્યાર્થી દ્વારા સાઇન અપ માટે) અને ૦૮ ઐકનો ટીચર કોડ (શિક્ષક દ્વારા સાઇન અપ માટે) ફરજિયાત રાખવામાં આવેલ છે. સાઇનઅપ પ્રક્રિયાથી, G-Shalaમાં લોગીન માટે User Name અને પાસવર્ડ સેટ કરી શકાશે.

6.    G-Shala એપ રજીસ્ટ્રેશનમાં ચાઇલ્ડ યુનિક આઈડી અને ટીચર કોડની અગત્યતા જોતાં ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ – Aadhaar Enable DISE અંતર્ગત તમામ વિદ્યાર્થીઓની માહિતી અને ટીચર પોર્ટલ અંતર્ગત તમામ શિક્ષકોની માહિતી (વિષય અને વર્ગ મેપિંગ સહિત) અપડેટ થયેલ હોય તે સુનિશ્ચિત કરશો.  

7.    આપના તાબા હેઠળની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને G-Shala એપ, તેના ઇન્સ્ટોલેશન, રજીસ્ટ્રેશન (સાઇન અપ પ્રોસેસ) અને ઉપયોગિતા વિશે સંપૂર્ણ માહિતગાર કરશો.

8.    આ એપમાં હાલમાં ધો.૧૦ સુધીનું ઇ-કન્ટેન્ટ ઉપલબ્ધ છે. ધોરણ ૧૧ અને ધોરણ ૧ર માટે પણ ટૂંક જ સમયમાં ઇ-કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

9.    હાલમાં આ એપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જ ઉપલબ્ધ છે.  

1 thought on “G Shala”

Leave a Comment