George Bernard Shaw was an Irish playwright

જ્યોર્જ બર્નાર્ડ શૉ (26 જુલાઈ 1856 – 2 નવેમ્બર 1950)

From Wikipedia, the free encyclopedia

એક આઇરિશ નાટ્યકાર, વિવેચક, વાદવિવાદ અને રાજકીય કાર્યકર હતા. પાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃતિ અને રાજકારણ પર તેમનો પ્રભાવ 1880 ના દાયકાથી તેમના મૃત્યુ અને તે પછી પણ વિસ્તર્યો હતો. તેમણે સાઠથી વધુ નાટકો લખ્યા, જેમાં મેન એન્ડ સુપરમેન (1902), પિગ્મેલિયન (1913) અને સેન્ટ જોન (1923) જેવા મુખ્ય કાર્યોનો સમાવેશ થાય છે. સમકાલીન વ્યંગ્ય અને ઐતિહાસિક રૂપકનો સમાવેશ કરતી શ્રેણી સાથે, શૉ તેમની પેઢીના અગ્રણી નાટ્યકાર બન્યા અને 1925માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત થયો.

હાસ્ય એમનું અમોધ શસ્ત્ર હતું.તેઓ કહેતા કે ભૂલોથી ભરેલું જીવન કશું જ ન કર્યા વગરના જીવન કરતા વધુ સન્માનજનક અને ઉપયોગી પણ છે.તેમના’ પિગ્મેલિયન’ નાટક પરથી ‘સંતુ રંગીલી’ ગુજરાતી ચિત્રપટ તથા નાટક તૈયાર થયા હતાં.મોટા ગજાના સાહિત્યકાર હોવા છતાં તેઓ કાયમ લઘર વઘર અવસ્થામાં રહેતા. તેઓ કહેતા કે સાહિત્ય સર્જન જ એવો વ્યવસાય છે કે જેનો કોઈ પોશાક નથી.તેમના સાહિત્યિક યોગદાન બદલ ૧૯૨૫ના વર્ષે નોબલ પારિતોષિક એનાયત થયું હતું

સમર્થ નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, સાહિત્ય વિવેચક, સંગીત વિવેચક, હાજરજવાબી તથા સમાજ પર તેજાબી ચાબખા મારનાર મૂર્તિભંજક એવા જ્યોર્જ બર્નાર્ડ શૉ નો જન્મ અનાજના વેપારી પિતા જ્યોર્જ કેર શૉ અને મશહૂર ગાયિકા માતા બ્યૂસિન્ડા ઍલિઝાબેથના ઘરમાં થયો હતો. મૂળ આઇરીશ એવા શૉ ડબ્લિનમાં જન્મ્યા હતા. શરૂઆતમાં તેમનો અભ્યાસ અનિયમિતપણે ચાલેલો. ઇ.સ. ૧૮૭૬ માં તેઓ લંડન ગયા હતા. ત્યાં જઇને સંગીત અને થિયેટરના વિવેચન લેખો લખવા શરૂ કરેલા. તેઓ લંડનની ‘ફેબિઅન સોસાયટી’ ના કાયમી સભ્ય બનેલા. તેમણે સોસાયટી માટે ઘણા લેખો લખેલા.

લેખન કારકિર્દીની શરૂઆત તેમણે નવલકથાકાર તરીકે કરી હતી. તેઓ નાટકોના સ્ક્રીન પ્લે પણ લખતા. ઇ.સ. ૧૯૩૮ માં તેમને ‘એકેડેમી એવોર્ડ ફોર સ્ક્રીનપ્લે’ મળેલો. એક નવલકથાકાર અને નાટ્યકાર તરીકે ઝળહળની સફળતા મેળવ્યા બાદ તેમને ઇ.સ. ૧૯૨૧ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો. પરંતુ તેમની પત્ની શેરોલેટઍનીએ આઇરીશ પ્રજાના ગૌરવ સમા નોબેલ પુરસ્કારનો સ્વીકાર કરવા સમજાવ્યા પછી તેમણે તેનો સ્વીકાર કરેલો. સાહિત્યનાં બે ક્ષેત્રોમાં નોબેલ પારિતોષિક મેળવનાર તેઓ એક માત્ર સાહિત્યકાર હતા.

તેમની માતા વ્યવસાયે ગાયિકા હતી. તેથી સંગીતના સંસ્કાર તેમને વારસામાં મળ્યા હતા. તેઓ સંગીતનું સારું જ્ઞાન ધરાવતા હતા, તેથી જ તેઓસારા સંગીત-વિવેચક બની શક્યા હતા. તેમની ઉંમર સોળ વર્ષની હતી ત્યારે તેમની મા તેમના પ્રશિક્ષક સાથે ભાગી ગઇ હતી. બર્નાડ શૉએ ઇ.સ. ૧૮૯૮ માં બેંતાલી વર્ષની ઉંમરે શેરોલેટ એની નામની સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં.

તેમની સાહિત્યની સેવાઓની કદરરૂપે ઇ.સ. ૧૯૩૮ માં તેમને ઑસ્કાર એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. તેમનું અંગત જીવન દુઃખો અને નિરાશાઓથી ભરેલું હતું. તેમની પત્ની સ્વભાવે ખૂબ જ સંકીર્ણ વિચારો ધરાવતી શંકાશીલ સ્ત્રી હતી. તેથી તેમનું લગ્નજીવન સાવ જ નિષ્ફળ નીવડેલું. ઇ.સ. ૧૯૦૬ માં તેમણે જે મકાન ખરીદ્યું હતું તે આજે ‘શૉઝ કૉર્નર’ જાણીતું છે.

તેમણે તેમનાં નાટકોમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક સમસ્યાઓની છણાવટ કરી છે. તેમણે ‘સુપરમેન’ ની કલ્પના કરીને શાકાહારનો પ્રચાર કર્યો હતો. જીવનના સાચા આનંદ વિશે સમજાવતાં તેમણે લખ્યું છે કે, ‘તમે જેને મહાન કે મૂલ્યવાન માનતા હો તે હેતુ કે ધ્યેય માટે તમારી જાતને ઘસી નાખો. તેમાંથી જે આનંદ મળે છે તે તૃપ્તિકર હોય છે. સ્વાર્થી અને સતત ફરિયાદ કરતા માટીના લોંદાને બદલે ઈશ્વરના એક ઉત્કૃષ્ટ સર્જન તરીકે જીવવું જરૂરી છે. હું એવા મતનો છું કે મારું જીવન અન્ય માટે પણ છે અને અન્ય માટે કંઇક કરી છૂટવું એમાંજ મારી યથાર્થતા છે.’

બર્નાર્ડ શૉએ સર્જેલા સાહિત્યની માત્રા વિપુલ છે. અહીં કેટલીક નોંધપાત્ર કૃતિઓ જાણીશું.

તેમણે લખેલી નવલકથાઓમાં

(1) Immaturity

(2) Cashelbyron’s profession

(3) An unsocial socialist

(4) The irrational kont

(5) Love amoung the artist-u સમાવેશ થાય છે.

તેમણે લખેલી ટૂંકી વાર્તાઓના બે સંગ્રહો

(1) The blackgirl in search of God

(2) The miraculous revenge નામે પ્રકાશિત થયા છે.

તેમનાં જાણીતાં નાટકોમાં

(1) Plays unplesent

(2) Fann’sfirst play

(3) Windower’s Houses

(4) Overruled

(5) The Philandeer

(6) Androcels and the lion

(7) Pygmalion

(8) Mrs. Warren’s profession

(9) Arms and the man

(10) The apple cart

(12) The millionairess નો સમાવેશ થાય છે.

વિશ્વના આ મહાન સાહિત્યસ્વામીનું નિસરણી ઉપરથી પડી જવાથી ચોરાણું વર્ષની જૈફ ઉંમરે ૨, નવેમ્બર, ઇ.સ. ૧૯૫૦ ના રોજ અવસાન થયું હતું. તેમના સાહિત્ય દ્વારા તેઓ આજે પણ વિશ્વમાં અમર થઇ ગયા છે.

Leave a Comment