Jim Corbett’s Early Life

ભારતમાં જિમ કાર્બેટ તરીકે જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન ઇ.સ. ૧૯૩૬ ના નૈનિતાલ અને પૌરી જિલ્લાઓમાં સ્થાપાયેલું. દેશનું એ સર્વપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. તેનું સ્થાપના સમયનું નામ ‘હેલી નેશનલ પાર્ક’ રાખવામાં આવેલું. ત્યાર બાદ પચાસના દાયકામાં તેનું નામ બદલીને ‘જિમ કાર્બેટ પાર્ક’ એવું રાખવામાં આવેલું.

જેના નામ પરથી આ નેશનલ પાર્કનું નામ ‘જિમ કાર્બેટ’ રાખવામાં આવ્યું છે તે મહાન આદર્શ શિકારી જિમ કાર્બેટનો જન્મ ૨૫, જુલાઇ, ઇ.સ. ૧૮૭૫ ના રોજ ઈસ્ટ આફ્રિકાના સાગર કિનારે આવેલા દેશ કેન્યાના પાટનગર નૈરોબીમાં થયો હતો. તેમના પિતા ક્રિસ્ટોફર નૈનિતાલમાં સ્થપાયેલી ‘મૅથ્યુ એન્ડ કંપની’ ના ભાગીદાર હતા. તેમની ઉંમર માત્ર ચાર જ વર્ષની હતી ત્યારે પિતા ક્રિસ્ટોફરનું અવસાન થયેલું. વિધવા માતાએ બીજું લગ્ન કરી લેતાં જિમ અનાથ બની ગયેલા. તેથી તેમને નૈનિતાલમાં તેમના મોટાભાઇએ ઉછેરેલા.

‘જિમ કાર્બેટ પાર્ક’ નો મૂળ હેતુ વાઘનું સંરક્ષણ કરવાનો હતો. આ પાર્ક હિમાલયની તળેટીનાં જંગલોમાં આવેલો છે. અહીં ઠંડીનું પ્રમાણ ઘણું વધારે રહે છે. આ પાર્કમાંથી રામગંગા અને અલકનંદા નદીઓ પસાર થાય છે. ભારતમાં જ્યારે અંગ્રેજ શાશન હતું ત્યારે ગઢવાલની આસપાસના પ્રદેશોમાં એક દીપડાનો ત્રાસ એવો તો ભયંકર હતો કે ગઢવાલના ૧૩૦૦ ચો.કિ.મી. માં વસતા લગભગ ૫૦,૦૦૦ લોકો ભયના ઓથાર હેઠળ જીવન વીતાવતા. ખૂંખાર દીપડો લોકોના ઘરોમાં ઘૂસી જઇ શિકાર કરતો.

જિમ કાર્બેટ ગીચ જંગલોમાં ઉછરેલા હોઇ તે સાહસિક અને નીડર હતા. ગિલોલ અને તીરકામઠાથી શિકાર કરવામાં એ પાવરધા થઇ ગયેલા. નૈનિતાલમાં અભ્યાસ કર્યા પછી વીસ વર્ષની ઉંમરે તેઓ રેલવેની નોકરીમાં જોડાયેલા. ઇ.સ. ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થતાં તેઓ કુમાઉની લશ્કરી ટુકડીનું સુકાન સંભાળી ફ્રાન્સ મોરચે ગયેલા. બીજાવિશ્વયુદ્ધમાં પણ સૈનિક તરીકે તેમણે હિસ્સો લીધેલો. તેમની સૈનિક તરીકેની ભૂમિકાની કદર કરીને અંગ્રેજ સરકારે તેમને ‘લેફટેનન્ટ કર્નલ’ નો હોદ્દો તથા સી.આઇ.ઇ. નો ખિતાબ એનાયત કરેલાં. ભારત આઝાદ થયા બાદ તેઓ ચેરી જઇને રહેલા. તેમણે કદી લગ્ન કરેલું નહીં.

તેમનો અધિકાંશ જીવનકાળ ભારતની ધરતી ઉપર હિમાલયની ગોદમાં પસાર થયેલો. ભારતને તેઓ પોતાનું માનતા. ભારતનાં હિત અને ગૌરવ એમને હૈયે વસેલાં હતાં. તેઓ જીવનથી પૂરા ભારતીય હતા. એમણે એમનાં લખાણોમાં ભારતનાં ભરપૂર વખાણ કર્યાં છે. તેઅ ઉત્તમ કક્ષાના પર્યાવરણ પ્રેમી હતા. તેઓ જીવહિંસામાં માનતા ન હોવા છતાં નરભક્ષી જંગલી પ્રાણીઓનો શિકાર કરવામાં જરાય દયા દાખવતા નહીં. તેઓ પ્રકૃતિને ખોળે વિહરતાં પશુપંખીઓ સંબંધી ઊડું જ્ઞાન ધરાવતા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે જીવનભર તેઓ ઝઝૂમતા રહેલા. વન્યજીવોના સંરક્ષણ માટે ત્યારે તેમણે એક સંસ્થા પણ સ્થાપેલી.

Wikimedia Commons

અંગ્રેજ સરકારે માણસખાઉ દીપડાનો શિકાર કરવાનું કામ જિમ કાર્બેટને સોંપેલું. તેમણે અત્યાર સુધી અસંખ્ય માણસખાઉ વાઘ અને દીપડાનો શિકાર કરેલો. ઉત્તરપ્રદેશ કે ઉત્તરાખંડમાં વાઘ કે દીપડાનો ત્રાસ વધી જાય ત્યારે અંગ્રેજ સરકાર તેમના શિકાર માટે જિમને બોલાવતી. ઇ.સ. ૧૯૨૫ માં જિમ કાર્બેટે પેલા માનવભક્ષી દીપડાને ઠાર મારેલો. એ ખૂંખાર દીપડાનો શિકાર કરવા તેમણે જે સંઘર્ષ કરેલો તેની રસપ્રદ રજૂઆત તેમના પુસ્તક ‘મેન ઇટર્સ ઑફ રુદ્રપ્રયાગ’ માં કરેલી છે.

કુશળ અને સાહસિક શિકારી હોવાની સાથે સાથે તેઓ ગ્રામ્યજીવન અને ગ્રામ્યસંસ્કૃતિના ચાહક હતા. તેઓ એક સફળ લેખક પણ હતા. તેમણે ભારતમાં ગાળેલાં વર્ષો દરમ્યાન જે અવનવા અનુભવો અનુભવો થયેલા તે અનુભવોને તેમણે પુસ્તકરૂપે વ્યક્ત કર્યા છે. તેમણે લખેલી શિકારકક્ષાઓ ખૂબ પ્રસિદ્ધિ પામી છે. તેમની વર્ણન શક્તિ અદ્ભુત હતી. વાચકો સામે તેઓ તાર્દશ્ય દેશ્ય ઉત્પન્ન કરવામાં માહેર હતા. ઉપર જણાવેલ પુસ્તક સિવાયનાં તેમનાં પુસ્તકો ‘મેન ઇટર્સ ઑફ કુમાઉ’, ‘જંગલ લૉર’, અને ‘ટેમ્પલ ટાઇગર’ ખૂબ જ લોકપ્રિય નીવડેલાં. તેમનાં પુસ્તકો વિશ્વની વીસ જેટલી ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે. ‘મેન ઇટર્સ ઑફ કુમાઉ’ પરથી તો એક ફિલ્મનું પણ નિર્માણ થયું હતું.

આવા મહાન માનવતાવાદી શિકારીની સ્મૃતિમાં ‘હેલી નેશનલ પાર્ક’ નું નામ બદલીને ‘જિમ કાર્બેટ’ પાર્ક રાખવામાં આવ્યું છે. તે સમયે કલાડુંગરીમાં આવેલું તેમનું ઘર આજે સંગ્રહસ્થાનમાં ફેરવી દેવામાં આવ્યું છે. ભારત આઝાદ થયા પછી ઇ.સ. ૧૯૪૭ માં તેઓ વતન કેન્યા ચાલ્યા ગયા હતા.

Leave a Comment