kalaguru Ravishankar Raval

1 August

kalaguru Ravishankar Raval

ઓગસ્ટ દિન વિશેષ

1 ઓગસ્ટ

કલા ગુરુ રવિશંકર રાવલ 1892-1977

કાકાસાહેબ કાલેલકરે જેમને કલાગુરૂ નામાભિધાન કર્યુ હતું એ , કલાવિવેચક , પત્રકાર , અને ગુજરાતી નિબંધકાર રવિશંકર રાવલનો જન્મ થયો 1–8–1892માં હતો .

1909 માં તેઓ મેટ્રિક થઈને પિતાની ઇચ્છા વિરુદ્ધ મુંબઈની જે . જે સ્કૂલ ઑફ આટૅસમાં જોડાયા હતા . અહીં તેઓ નૈસર્ગિક રીતે જ ભણવામાં હોશિયાર હતા અને પરંપરાગત શૈલીથી અલગ ચિત્રો દોરવા છતાં તેમને જે જે . સ્કુલ ઑફ આર્ટસમાં મેયો ગોલ્ડ મેડલ મળ્યો હતો .

1915 થી 1921 સુધી તેમણે વીસમી સદી નામના એક સામાયિકના રેખા ચિત્રો દોર્યા હતા.તેનાથી પ્રેરાઈને ૧૯૨૪ માં તેમણે સાંસ્કૃતિક મેગેઝીન કુમાર શરૂ કર્યું હતું .

કુમાર તેની કલા , રેખાચિત્રો અને ટાઇપોગ્રાફી માટે મશહૂર હતું.રવિશંકર રાવલે 1922 માં ગાંધીજી પર ચાલેલા ખટલાના રેખાચિત્રો ગેરહાજર રહીને પણ દોર્યા હતા જે બહુ પ્રશંસા પામ્યા હતા.

અજંતાની ગુફાઓનો પણ તેમણે સાંસ્કૃતિક પ્રવાસ કર્યો હતો .

તેમણે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનની રરાવલ મુલાકાત લીધી હતી.તેમણે રશિયા અને જાપાનનો પ્રવાસ કર્યો હતો.

વિવિધ સંસ્થાઓના તેઓ પ્રમુખ રહ્યા હતા . વિવિધ મેગેઝિનના કવર ચિત્રો અને રેખાચિત્ર તેમણે બનાવેલા . ગુજરાતની પહેલી બોલતી ફિલ્મના ચિત્રો તેમણે દોર્યા હતા .

9-12-1977ના રોજ એમનો દેહાંત થયો હતો .

રવિશંકર રાવળે કુમાર ઉપરાંત અન્ય સામાયિકોમાં કલા વિશેના અનેક લેખો લખ્યા હતા. આ ઉપરાંત કલા વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે.

Leave a Comment