Pingali Venkaiya who designed The National Flag

the national flag
Pingali Venkaiah who designed the national flag
આપણાં રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયા ૨ જી ઓગસ્ટ 1876 નાં રોજ મછલીપટનમ ખાતે જન્મ્યા હતા .
તેઓ જ્યારે 19 વર્ષની વયના હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં તેઓને મહાત્મા ગાંધીનો પરિચય થયો હતો . ગાંધીજી સાથે તેઓ સતત 50 વર્ષ પિંગાલી સુધી જોડાયેલા હતા .
તેઓ ભાષાશાસ્ત્રી , ભૂવૈજ્ઞાનિક અને લેખક હોવા ઉપરાંત સ્વાતંત્રય સેનાની હતા .
પ્રખર ગાંધીવાદી એવા વૈંકેયાએ 1913 માં જાપાનીઝ ભાષામાં અસ્ખલિત વક્તવ્ય આપ્યું હતું . જેના કારણે તેમને જાપાની વેંકૈયા , પટ્ટી વેંકૈયા અથવા ઝંડા વૈંકયાના વિશેષણો મળ્યા હતા .
1916 માંતેમણે એક પુસ્તક લખી રાષ્ટ્રધ્વજની 30 વિવિધ ડિઝાઇનો રજૂ કરી હતી .
તેઓ ભૂવૈજ્ઞાનિક અને કૃષિક્ષેત્રના નિષ્ણાત હતા તેમણે એક શૈક્ષણિક સંસ્થા મછલીપટ્ટનમમાં સ્થાપી હતી .
1921 માં કાકીનાડા વિજયવાડા ખાતે મળેલી મહાસમિતિની કોંગ્રેસ બેઠકમાં તેમણે તિરંગાની વૈકેયા રૂપરેખા રજૂ કરી હતી . ગાંધીજીએ તેને મંજૂરી આપતા તેમના ધ્વજની પસંદગી ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે થઈ .
તેમાં શ્વેત રંગ શાંતિના સંદેશા માટે અને અશોક ચક્ર સતત પરિશ્રમનો ઘોતક છે .
તેમનો દેહાંત 4–7–1963માં થયો હતો .
2009 માં તેમને શ્રદ્ધાંજલિ રૂપે ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી .