SPU Admission

ખાસ નોંધ

જે વિદ્યાર્થીએ માન્ય બોર્ડમાંથી ધોરણ -૧૨ પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ કોઈપણ દસ્તાવેજ પોર્ટલ ઉપર અપલોડ કરવાના નથી . વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યા બાદ તમામ અસલ દસ્તાવેજ સંબંધકર્તા કોલેજમાં Eligibility ની ચકાસણી માટે રજૂ કરવાના રહેશે . ત્યારબાદ તમામ અસલ દસ્તાવેજ કોલેજમાંથી પરત લેવાના રહેશે . તમામ અસલ દસ્તાવેજ સંબંધકર્તા કોલેજમાં ચકાસણી દરમ્યાન જો કોઈ વિસંગતતા જણાશે તો જે તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે.

તા.૦૬/૦૮/૨૧ થી તા. ૧૨/૦૮/૨૧

યુનિવર્સિટી પોર્ટલ ઉપર તા . ૦૬/૦૮/૨૦૨૧ સવારે ૧૨.૦૦ કલાકથી તારીખ .૧૨ / ૦૮ / ૨૦૨૧ સાંજના ૫.૦૦ કલાક સુધી વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે ત્યારબાદ ઓનલાઇન પોર્ટલ બંધ થઇ જશે .અગાઉ જે વિદ્યાર્થીઓએ ફકત રજીસટ્રેશન કરાવેલ તેવા વિદ્યાર્થીઓ તેમને મળેલા લોગિના આઇ.ડી. અને પાસવર્ડથી આગળનું ફોર્મ ભરી શકશે .ભરાયેલ ફોર્મની પ્રિન્ટ વિદ્યાર્થીએ રાખવાની રહેશે . ( ઓનલાઇન ફોર્મ ભરવાના સમયે વિદ્યાર્થીએ પોતાનો મોબાઇલ નંબર તથા ઇમેઇલ આપવું )

તા.૧૪/૦૮/૨૧ થી તા. ૧૬/૦૮/૨૧

વિદ્યાર્થી પોતાનું પ્રોવિઝનલ મેરીટ યુનિવર્સિટી પોર્ટલ ઉપર તા .૧૪ / ૦૮ / ૨૦૨૧ બપોરે ૩.૦૦ કલાકથી પોતાના લોગિન દ્વારા સ્ટુડન્ટ ડેસ્ક ઉપર જોઇ શકશે . તથા વિદ્યાર્થીને પોતાના માર્કસમાં કોઇપણ વિસંગતતા જણાય તો એપ્લીકેશન નંબર સહીત માર્કશીટ સાથે તુરંત યુનિવર્સિટીમાં ઇમેઇલ admission_spu@spuvvn.edu પર તા . ૧૬/૦૮/૨૦૨૧ ૫.૦૦ ક્લાક પહેલા જાણ કરવાની રહેશે . ત્યારબાદ મેરીટ અંગેની કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં .

http://www.spuvvn.edu/

Leave a Comment