Paragraph Test 2

અહીં જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા માટે મહાવરા માટે એક ફકરો આપેલ છે અને તેના પરથી આપેલ પ્રશ્નો ના જવાબ આપવાના હોય શાંતિથી ફકરો વાંચશો.

બાદશાહ જાતે જ લશ્કરને લઈ રણમેદાન તરફ આવે છે . એવા સમાચાર મળતાં જ બુંદેલખંડનો રાજા   અરધે રસ્તેથી પાછો ફરી ગયો . બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા . એમને ભૂખ તો કકડીને લાગી હતી , પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાંફળાફાંફળાં આવીને કહ્યું , “ મારા ભાઈને સાપ કરડ્યો છે , એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે . ચાલો જલદી જઈએ . ” પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા .

જઈને જુએ છે તો સાળો મરી ગયો છે . એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા . એ બધું પતાવતાં સાંજ પડી . વળી પાછા ઘેર આવી બાદશાહ વાળુ કરવા બેઠા . પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી.

Paragraph 2

Leave a Comment