std 7 Sem 2 Janani

કવિ બોટાદકર જન્મ : 1870 , મૃત્યુ : 1924

કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો . તેમણે માત્ર છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો , છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું . એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે . ‘ રાસતરંગિણી ‘ , ‘ કલ્લોલિની ’ , ‘ સ્રોતસ્વિની ‘ , ‘ નિર્ઝરિણી ‘ , ‘ શૈવલિની ‘ વગેરે તેમના મહત્ત્વના કાવ્યસંગ્રહો છે . આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાનાં સુંદર કાવ્યો આપ્યાં છે . તેઓ યોગ્ય રીતે જ ‘ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે . ‘ જનની ’ ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે . માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાઈ છે . કાવ્યનું લયમાધુર્ય અનેરું છે . સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે .

જનની

Click here

Leave a Comment