std 8 guj 13 શરૂઆત કરીએ

શરૂઆત કરીએ

std 8 guj 13 sharuaat kariye

std 8 guj 13 sharuaat kariye kavi : Harsh Brahmbhatt

Here short info about poet and this poem

હર્ષ બ્રહ્મભટ્ટ જન્મ : 31-1-1954 

કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે . હાલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે સચિવાલય ગાંધીનગરમાં સેવા આપી રહ્યા છે . તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે . તેઓ ઉર્દૂ ભાષામાં પણ સર્જન કરે છે . ઉર્દૂ ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે . વર્ષ 2009 ના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ “ મૌનની મહેફિલ ‘ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના “ દિલીપ મહેતા પારિતોષિક , વર્ષ 2010 ના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ “ જીવવાનો રિયાઝ ‘ માટે ગક્લસભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે આઈ.એન.ટી. મુંબઈ દ્વારા વર્ષ 2010 માટેના “ શયદા ‘ ઍવૉર્ડથી સન્માનિત થયા છે . તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે . પ્રસ્તુત ગઝલ કવિના ગઝલસંગ્રહ “ જીવવાનો રિયાઝ’માંથી લેવામાં આવી છે , જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે . બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે . આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર , નગર અને જગતને મહેકતું કરવાનું છે તેમજ આવતીકાલને ઉજજવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે . 

આવનારી સી ખુશીની વાત કરીએ , 

એક નવી શરૂઆતની શરૂઆત કરીએ .

 હર વખત શું માત થઈ જાવું દુઃખોથી ? 

ચાલ આ વખતે દુઃખોને માત કરીએ .

 બહારથી દેખાય જેવી સ્વચ્છ – સુંદર , 

દોસ્ત , અંદરથીય એવી જાત કરીએ . 

હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંયે , 

ઘર , નગર , આખું જગત રળિયાત કરીએ . 

જે મળ્યું એને કરી સૌથી સવાયું , 

આવનારી કાલને સોગાત કરીએ .

શરૂઆત કરીએ

નવી ક્વિઝ ની માહિતી મળી રહે તે માટે આપેલ લિન્ક દ્વારા ગૃપમાં જોડાઇ શકો છો.

Leave a Comment