એક જ દે ચિનગારી

” એક જ દે ચિનગારી”


કવિનું નામ  
       આ કાવ્યના કવિનું નામ “હરિહર પ્રાણશંકર ભટ્ટ”છે

            પ્રસ્તુત કાવ્ય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના  ધોરણ:8ના પાઠ્યપુસ્તક માંથી લેવામાં આવ્યું છે.આથી તે પ્રસ્તુત કાવ્યોનો સ્ત્રોત છે.

            પ્રસ્તુત કાવ્ય “એક જ દે ચિનગારી” માં કવિ પ્રભુ પાસે સત્તા કે સત્તામહત્તા યાચતા નથી. પરંતુ મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક ચિનગારીની અપેક્ષા રાખે છે.કેવી નમ્ર છતાં ભવ્ય રચના !
             આથી આ પ્રાર્થના કવિતામાં કવિ સમજણ રૂપે એક ચિનગારીની અપેક્ષા સેવે છે.જે આ કાવ્યને મૌલિક બનાવે છ
              આ કાવ્યનો પ્રકાર પ્રાર્થનાગીત પ્રકારનો છે.

સમજૂતી
             આ કાવ્યમાં શિક્ષકે કાવ્યની સાથે સીધેસીધું સંકળાયેલ છે.તેમજ સ્પષ્ટ શીર્ષક જ જણાવી દે છે.કે કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે. આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે. કે પ્રભુ મને એક સમજણ રૂપી ચિનગારી આપો.
             કવિ પોતાના વિવિધ પાસાઓનો ઉલ્લેખ કરી તેને ઉદાહરણરૂપે લઈ આ માંગણી કરવામાં આવી છે. કવિ કહે છે કે ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી તોપણ જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી.એમ જણાવી કવી આખરે ચિનગારીની માગણી પ્રભુ પાસે કરે છે.

Leave a Comment