std7 Sci Weather climate and adaptation of animals to climate

std7 Sci Weather climate and adaptation of animals to climate

Some migratory birds travel as much as 15000 km to escape the extreme climatic conditions of their home place.  Usually they fly too high to be helped by air currents.  Also, the cooler conditions in the upper levels help them dissipate the heat generated by their muscles during flight.  But, how can these birds travel to the same place every year.  It is a mysterious puzzle.  It seems that their body must have some direction finding structure and tell them in which direction to travel.  Some birds may be using landmarks to guide them.  Many birds may be guided by sunlight during the day and stars at night.  There are several phenomena that indicate that birds may be using the Earth’s magnetic field to find their way.  Not only birds, mammals, many types of fish, insects also undergo mass migration for better climate according to season.

તાપમાન , ભેજનું પ્રમાણ , વરસાદ , પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં , કોઈ સ્થળના વાતાવરણની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે . હવામાન કોઈ પણ બે દિવસ સામાન્ય રીતે સમાન હોતું નથી અને એક અઠવાડિયા પછીના બીજા અઠવાડિયે પણ સમાન જળવાતું નથી . દિવસના ભાગમાં , બપોર પછીનું તાપમાન મહત્તમ હોય છે અને વહેલી સવારે તાપમાન ન્યૂનતમ હોય છે . વર્ષ દરમિયાન સૂર્યોદય તેમજ સૂર્યાસ્તના સમયમાં પણ ફેરફાર થતા હોય છે . હવામાનમાં થતાં સઘળા ફેરફાર સૂર્યને આભારી છે . લગભગ 25 વર્ષ જેટલા લાંબા સમયગાળામાં મળતાં હવામાનનાં માળખાને તે સ્થળની આબોહવા કહે છે . પૃથ્વી પરના ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય પ્રદેશો વિકટ આબોહવાની પરિસ્થિતિવાળા પ્રદેશો છે . પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેની સાથે અનુકૂલન સાધે છે . ધ્રુવીય પ્રદેશ વર્ષ દરમિયાન ખૂબ જ ઠંડક ધરાવે છે , ત્યાં છ માસ સુધી સૂર્ય આથમતો નથી અને બાકીના છ માસ સુધી સૂર્ય ઉગતો નથી . ધ્રુવ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ , સફેદ રૂંવાટીવાળા વાળ , ગંધ પ્રત્યેની તીવ્ર સંવેદના , ચામડીની નીચે ચરબીનું સ્તર , પહોળા અને લાંબા પંજા વડે તરવાની કે ચાલવાની ખાસ લાક્ષણિકતા વડે અનુકૂલન સાધે છે . સામૂહિક સ્થળાંતર એ સખત ઠંડી પરિસ્થિતિમાંથી છટકી જવા માટેની પ્રક્રિયા છે . વિષુવવૃત્તીય વર્ષાવનના અનુકૂળ આબોહવાકીય સ્થિતિને લીધે છોડ – વૃક્ષ તથા પ્રાણીઓ મોટી સંખ્યામાં મળી આવે છે . વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓનું અનુકૂલન એટલા માટે છે કે , તેઓને ખોરાક તથા આશ્રયની હરીફાઈમાં , જુદા જુદા પ્રકારના ખોરાક પ્રાપ્ત થઈ શકે છે . વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેતા પ્રાણીઓને અનુકૂલન મેળવવા માટે તેઓ , વૃક્ષ પર નિવાસ , મજબૂત પૂંછડીનો વિકાસ , લાંબી અને મોટી ચાંચ , ચમકદાર રંગ , તીક્ષ્ણ ભાત , મોટો અવાજ , ફળોનો ખોરાક , સંવેદનશીલ ધ્વનિપરખ , તીક્ષ્ણ નજર , જાડી ચામડી , શિકારીથી બચવા ચામડીનો રંગ બદલવાની ક્ષમતા વગેરે લાક્ષણિકતાઓ ધરાવે છે .

The atmospheric condition of a place in terms of temperature, humidity, rainfall, wind speed etc. is called the weather of that place.  The weather is usually not the same on any two days and is not the same from one week to the next.  During the day part, afternoon temperature is maximum and early morning temperature is minimum. 

Sunrise and sunset times also change during the year.  All changes in weather are attributed to the sun.  The weather pattern found over a long period of about 25 years is called the climate of a place.  The polar regions and equatorial regions of the earth are regions with severe climatic conditions.  Animals adapt to the conditions in which they live. 

The polar region is very cold during the year, the sun does not set for six months and the sun does not rise for the remaining six months.  Animals living in the polar regions are adapted by having white furry hair, a keen sense of smell, a layer of fat under the skin, swimming or walking with broad and long claws.  Mass migration is a process of escape from extreme cold conditions.  Due to the favorable climatic conditions of the equatorial monsoon, a large number of plants and animals are found. 

Animals are adapted to the equatorial monsoon so that they can obtain different types of food in competition for food and shelter.  To adapt to animals living in equatorial monsoons, they have, tree dwelling, development of strong tail, long and large beak, bright color, sharp beak, loud voice, feeding on fruits, sensitive acoustics, sharp eyesight, thick skin, ability to change skin color to avoid predators, etc.  has characteristics.

પ્રકરણ : 7. હવામાન , આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન 

Weather climate and adaptation of animals to climate

હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. આ વિભાગ તાપમાન પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને, ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે.

તાપમાન, ભેજ નું પ્રમાણ, વરસાદ પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે.

તાપમાન, ભેજ નું પ્રમાણ અને બીજા પરિબળોને હવામાનના મૂળ તત્વો કહે છે.

વર્ષા માપક સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે. તે સામાન્ય રીતે, અંકિત નળાકાર પર ગળણી ગોઠવેલી હોય તેવી રચના છે જે વરસાદના પાણીને એકત્રિત કરે છે.

હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યને કારણે હોય છે . સૂર્ય એ ખૂબ જ ઊંચુ તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે . સૂર્ય આપણાથી ઘણો દૂર છે . તેમ છતાં સૂર્ય દ્વારા મળતી ઊર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્રોત છે જે હવામાનમાં ફેરફાર લાવે છે . સૂર્યઊર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ , પરાવર્તન એ જે – તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે . જો તમે સમુદ્રકાંઠાના વિસ્તારમાં રહેતા હોવ તો તમને અનુભવ થશે કે , તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા પહાડી પ્રદેશોના હવામાન કરતાં જુદુ જ છે .

લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે.

કેટલાંક સામૂહિક સ્થળાંતર કરનારા ( migrators ) પક્ષીઓ પોતાના ઘરના સ્થળની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાંથી બચવા માટે 15000km જેટલો પ્રવાસ કરતા હોય છે . સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે .

વળી , ઉપરના સ્તરની ઠંડી પરિસ્થિતિઓ તેમના ઉડ્ડયન દરમિયાન તેમના સ્નાયુઓ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવા મદદરૂપ થાય છે . પરંતુ , આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરીને આવી શકે છે . તે રહસ્યમય કોયડો છે . તેવું લાગે છે કે , તેમના શરીરમાં દિશાને શોધવા માટેની કોઈ રચના આવેલી હોવી જોઈએ અને કઈ દિશામાં મુસાફરી કરવી તે જણાવતી હોય .

કેટલાંક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન કરવા માટે સીમાચિહ્ન ( Land mark ) નો ઉપયોગ કરતા હોવા જોઈએ . ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી દિશાસૂચન મેળવતા હોઈ શકે . એવી કેટલીક ઘટનાઓ છે કે , જે દર્શાવે છે કે , પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોઈ શકે .

માત્ર પક્ષીઓ જ નહીં , સસ્તન પ્રાણીઓ , ઘણા પ્રકારની માછલીઓ , કીટકો પણ ઋતુ અનુસાર વધુ સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે .

STD 7 SCIENCE

પ્રકરણ : 7. હવામાન , આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન



Leave a Comment